ગુજરાતમાં કેટલાક કોંગ્રેસીઓ ભાજપ સાથે મળેલા, કાઢવા પડે તો કાઢી નાંખીશું: રાહુલ ગાંધી

 હાલ રાહુલ ગાંધી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. શુક્રવારે રાહુલ ગાંધીએ સ્થાનિકો સાથે મિટિંગ કરીને તેમના અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ આજે (8 માર્ચ) કોંગ્રેસનાં કાર્યકરો સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા અને શહેરનાં કોંગ્રેસનાં હોદ્દેદારોની અને સેલ ડિપાર્ટમેન્ટનાં પ્રમુખો હાજર રહ્યા હતા. સંવાદ કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ પોતાના જ નેતાઓ પર આકરા પ્રકારો કર્યા હતા.  તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીમાં નેતાઓની કમી નથી, સિનિયર લેવલના નેતા છે. બબ્બર શેર છે, પરંતુ પાછળ ચેન બાંધેલી છે. ઉલ્લેખનીય છે કે બપોર બાદ રાહુલ ગાંધી દિલ્હી જવા માટે રવાના થશે.

અમદાવાદમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતા અને કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો. આ મુલાકાત દરમિયાન પૂર્વ ધારાસભ્યો અને હોદ્દેદારોએ કોંગ્રેસની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો કોંગ્રેસનું નેતૃત્વ સંગઠિત થઈને લડે, તો બદલાવ શક્ય છે. હું કોંગ્રેસ પાર્ટીનો સભ્ય છું અને સ્ટેજ પરથી કહેવા માંગું છું કે ગુજરાતને કોંગ્રેસ પાર્ટી રસ્તો બતાવી શકતી નથી. તેમણે વધુમાં કહ્યું કે ગુજરાતમાં બે પ્રકારના લોકો છે. એક જે જનતા સાથે ઉભા છે, જેના દિલમાં કોંગ્રેસની વિચારધારા છે અને બીજા તે જે જનતાથી દૂર છે. તેમાંથી અડધા ભાજપ સાથે જોડાયેલા છે. જ્યાં સુધી આપણે આ બે લોકોને અલગ કરીશું નહી, ત્યાં સુધી ગુજરાતની જનતા આપણા પર વિશ્વાસ કરશે નહી.

રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે ‘જો આપણે કડક કાર્યવાહી કરવી પડી અને 10, 15,20, 30 લોકોને કાઢી મૂકવા પડે તો હાંકી કાઢવા જોએ. ભાજપ માટે અંદરથી કામ કરી રહ્યા છો, તો ચલો જાવ બહારથી કામ કરો. ત્યાં તમને સ્થાન નહી મળે, તે તમને બહાર ફેંકી દેશે.’

આગળ તેમણે કહ્યું કે ‘ગઇકાલે મેં વરિષ્ઠ નેતાઓ, જિલા અને બ્લોક અધ્યક્ષો સાથે મુલાકાત કરી. મારું લક્ષ્ય હતું કે તમારા દિલની વાત જાણવી અને સમજવી. આ વાતચીતમાં સંગઠન, ગુજરાતનું રાજકારણ અને અહીંની સરકારના કામકાજ સાથે જોડાયેલી ઘણી બધી વાતો સામે આવી. પરંતુ હું અહીં ફક્ત કોંગ્રેસ પાર્ટી માટે આવ્યો નથી, પરંતુ પ્રદેશના યુવાનો, ખેડૂતો, મહિલા અને નાના વેપારીઓ માટે આવ્યો છું.

રાહુલ ગાંધીએ પોતાની જ પાર્ટીના નેતાઓ પર પ્રહાર કરતાં કહ્યું કે ગુજરાતની જનતા વિકલ્પ ઇચ્છે છે. બી ટીમ નહી. આપણી પાસે બબ્બર શેર છે. પરંતુ તેમને પાછળથી ચેન બાંધેલી છે. કોંગ્રેસના બબ્બર શેરમાં વિશ્વાસ નથી .

તેમણે ગુજરાત કોંગ્રેસના કાર્યકરો, નેતાઓને કહ્યું કે ‘આપણા નેતાઓ ગુજરાતની પ્રજા વચ્ચે જાય, પ્રજાને સાંભળો. આ બધુ સરળતાથી થઈ શકે છે. વિપક્ષ માટે ગુજરાતમાં 40 ટકા વોટ પર્સન્ટ છે. જો આપણો વોટ પર્સન્ટ માત્ર 5 ટકા વધી જાય તો અહી સરકાર બની શકે છે. હું ગુજરાતને સમજવા માંગું છું, હું ગુજરાતની જનતા સાથે સંબંધ બનાવવા માંગુ છું.

jamnagaruday
Author: jamnagaruday

Share this post:

खबरें और भी हैं...

Live Cricket

  • HUF Registration Services In India

Horoscope

Scroll to Top