સ્વામિનારાયણનગર થી ગાંધીનગર, 331 મિલ્કતોમાંથી 65 જેટલા આખા મકાનો જાય તેવી સ્થિતિ
જામનગર: જામનગરમાં વર્ષ 2020ની સાલમાં બહુ ગાજેલી સ્વામીનારાયણનગર થી નવાગામ ઘેડ થી ગાંધીનગર સુધી ની ડેવલપમેન્ટ પ્લાન (ડી.પી) કપાતનું ભુત ફરી ધુણ્યું છે. જ્યાં સંખ્યાબંધ મકાનો સંપુર્ણ કપાતમાં જતા હોવાથી લોકોમાં ફફડાટ વ્યાપ્યો હતો. આ મામલે અગાઉ કાનુની લડત થઇ હતી. જે બાદ રેલી સ્વરૂપે લોકોએ રજુઆતો કરી હતી. ગુજરાત હાઇકોર્ટમાં પણ મામલો ગયો હતો. શરુમાં 30 મીટર ડી.પી રોડ કાઢવાની વાત હતી. પરંતુ તેમાં મોટી સંખ્યામાં મધ્યમ અને નિમ્ન-મધ્યમ વર્ગના મકાનો જતા હોવાની રજુઆતો બાદ આ રોડ પર 12 મીટર ની ડી.પી.કપાત કરવા સ્ટે.કમિટીએ ઠરાવ કર્યો હતો
જામનગર મહાનગરપાલિકા દ્વારા ડીપી કપાત ની કુલ સ્થળોએ કરવાની થતી 72 અમલવારીની સંખ્યાબંધ કામગીરીઓ વર્ષો થી હજી પુરી કરવામાં આવી નથી અને પેન્ડિંગ કામગીરીને મુકીને સીધી 72 નંબર ની કપાતની કામગીરી હાથ ધરવા તંત્ર દ્વારા ગાંધીનગરમાં શક્તિમાતા ના મંદિર પાછળ ગાયત્રીનગર સહિત ના વિસ્તારોમાં આશરે 300 થી વધુ લોકોને ડી.પી કપાત કામગીરીની 10 દિવસ ની મુદ્દત બંધી નોટીસો ઘરે-ઘરે જઇને આપવામાં આવી છે. જામનગર મહાનગર પાલિકા દ્વારા પ્રથમ તબક્કામાં 250 અને કુલ 331 જેટલા આસામીઓને તા.27.01. 2025 રોજ પ્રથમ નોટીસો આપવામાં આવી હતી. જેમાં અમુક મકાનોની કમ્પાઉન્ડ વોલ, અમુકના રૂમો અને 65 જેટલા આખા મકાનો કપાતમાં આવતા હોવાનું લોકો જણાવે છે. તેમજ ફળી જામનગર મહાનગર પાલિકા દ્વારા બીજી નોટિસ તા.17.02.2025 ના રોજ આપેલી આખરી નોટિસ ની 10 દિવસ મુદ્દત્ત જે તા.27.02.2025 ના રોજ પુન: તથા ફફડતા લોકો વ્યાપ્યો છે. આગામી દિવસોમાં આ મામલે લોક લડત થાય છે કે, કાનુની જંગ થાય છે કે, રાજકીય રોક રોક થાય કે તંત્રની કપાત થાય છે. તે સામે આવશે.
તસવીર: સૈયદ જૈનુંલ-જામનગર
