જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર બાઇક રેસ ના વિડિઓ વાયરલ થયા બાદ: પંચકોષી- એ ડિવિઝન પોલીસ કરી લાલ આંખ……..

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર બાઇક રેસ ના વિડિઓ વાયરલ થયા બાદ: પંચકોષી- એ ડિવિઝન પોલીસ કરી લાલ આંખ……..

• રેસમાં બાઇક ચલાવનારા સાત શખ્સો વિરૂદ્ધ પંચકોષી-એ ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો…………..
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર શનિવારે રાત્રે બાઈકની રેસ ચલાવનારા યુવાનો પૈકી એક યુવાન ટ્રક સાથે અથડાઇને ગંભીર સ્વરૂપે ઘાયલ થયો હતો અને હાલ સારવાર હેઠળ છે. જે સમગ્ર બાઇક રેસનો વિડીયો વાયરલ થયો હતો અને તેમાં સાત બાઈક સવારો દેખાયા હતા.
જેથી પંચકોષી-એ ડિવિઝન પોલીસ દ્વારા આ મામલે બાઈક સવારની સામે જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં બે બાઈક સવારની અટકાયત કરી લેવામાં આવી છે અને અન્ય પાંચની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર શનિવારે રાત્રે ફૂલ સ્પીડમાં વાહન ચલાવી અકસ્માત સર્જનારા અંકિત મકવાણાને ટ્રક ના પાછળના ઠાંઠામાં ઠોકર વાગવાથી ગંભીર ઇજા થઇ હતી અને હાલ જી.જી.હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે અને તેની હાલત અત્યંત નાજુક છે.
જે બાઇક રેસનો વિડીયો વાયરલ થયો હતો. જે વીડિયોને લઇને પંચકોષી-એ ડિવિઝનની પોલીસ ટિમ હરકતમાં આવી ગઈ હતી. વીડિયોમાં દેખાતા વાહનો અને તેના નંબર ના આધારે તેના ચાલકની શોધખોળ કર્યા બાદ પોલીસને બે બાઇક સવાર ચેતન રાજેશભાઈ પાડલીયા અને યાસીન કરીમભાઈ બાબવાનીનો પતો સાંપડ્યો હતો. જે બંનેને ઉઠાવી લીધા હતા અને પંચકોષી-એ ડિવિઝન પોલીસ મથકે લઈ જઇ બંનેની પૂછપરછ શરૂ કરી હતી.
ઉપરાંત તેની સાથે બાઇકની રેસ ચલાવનાર અન્ય પાંચ બાઇક સવાર ફરીદ અબ્બાસભાઈ ભડાલા, સુમિત શામજીભાઈ સરવૈયા, જયેશ અશોકભાઈ ગુજરાતી અને ચિરાગ રાજેશભાઈ પાડલીયાના નામો ખુલ્યા હતા. જે અન્ય પાંચ બાઈક સવારની પોલીસ દ્વારા શોધખોળ ચલાવવા આવી રહી છે. આ પ્રકરણમાં પંચકોષી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ એમ.એન.શેખ ના માર્ગદર્શન હેઠળ સરકાર પક્ષે પીએસઆઇ એ.આર.પરમાર જાતે ફરિયાદી બન્યા હતા અને તમામ બાઈક સવાર સામે બીએનએસ કલમ ૨૮૧ તેમજ એમવી એક્ટ કલમ ૧૮૩, ૧૮૪ અને ૧૮૯ મુજબ ગુન્હો નોંધ્યો છે.
 આ ઉપરાંત ફૂલ સ્પીડમાં બાઇક ચલાવીને ટ્રક સાથે અકસ્માત સર્જનાર અંકિત મકવાણા સામે પણ અલગથી ગુનો નોંધવામાં આવ્યો છે અને મનુભાઇ ગોહિલ નામના ટ્રક ચાલકે પોતાની સાથે પાછળ ફૂલ સ્પીડમાં આવી બાઈકની ટક્કર મારી દેનાર જી.જે.૧૦.ઇ.એ.૭૫૫૦ નંબરના બાઈક સવાર અંકિત મકવાણા સામે ફરિયાદ નોંધાવી છે.
તસવીર: સૈયદ જેનુંલ
jamnagaruday
Author: jamnagaruday

Share this post:

खबरें और भी हैं...

Live Cricket


HUF Registration Services In India

Horoscope

Scroll to Top