જામનગર શહેર ભાજપમાં ઐતિહાસિક પરિવર્તન આવ્યું છે. પહેલી વખત કોઇ મહિલાને શહેર પ્રમુખનું પદ સોંપવામાં આવ્યું છે. બીનાબેન કોઠારીની આ મહત્વપૂર્ણ જવાબદારી માટે પસંદગી કરવામાં આવી છે. જામનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બાપુભાઇ છેબલિયા, એચ.એમ.પટેલ, પલવીબેન ઠાકર અને નિવૃત્ત થતા શહેર પ્રમુખ વિમલ કંગથરાની ઉપસ્થિતિમાં આ નિમણૂક કરવામાં આવી છે.

બીનાબેન કોઠારી વર્તમાનમાં વોર્ડ નં.૦૫ માં નગરસેવિકા તરીકે બીજી ટર્મ સેવા આપી રહ્યા છે. તેઓ જામનગર મહાનગરપાલિકાના મેયર પણ રહી ચૂક્યા છે. પાર્ટી સંગઠનમાં તેમણે મહિલા મોરચા ના ઉપાધ્યક્ષ અને મહામંત્રી તરીકે પણ સેવાઓ આપી છે.
સામાન્ય વણિક સમાજના બીનાબેન કોઠારીનો પરિવાર લાંબા સમયથી આર.એસ.એસ સાથે જોડાયેલો છે. તેમના રાજકીય અને સામાજિક અનુભવને જોતાં પાર્ટીએ તેમના પર વિશ્વાસ મૂક્યો છે. આ નિમણૂક સાથે જામનગર ભાજપમાં મહિલા નેતૃત્વનો નવો અધ્યાય શરૂ થયો છે.
તસવીર: સૈયદ જેનુંલ

Author: jamnagaruday
Post Views: 146