રિલાયન્સ, TCS, ONGC જેવી ભારતની ટોચની 500 કંપનીઓમાં ઇન્ટર્નશીપ કરવાની તક છે, અને એ પણ 5000 રૂપિયા પ્રતિ માસ સ્ટાઇપેન્ડ સાથે! રસ ધરાવતા ઉમેદવારોએ 31 માર્ચ પહેલા અરજી કરવાની રહેશે.
પીએમ ઇન્ટર્નશીપ યોજના યુવાનોને ભારતની આગળ પડતી કંપનીઓમાં કામ કરવાનો અને અનુભવ મેળવવાનો મોકો આપે છે, જેનાથી તેઓ પોતાની કુશળતાને વધુ સારી બનાવી શકે છે. આ યોજના અંતર્ગત 21 થી 24 વર્ષના વિદ્યાર્થીઓને દર મહિને રૂપિયા 5000 સ્ટાઇપન પણ મળે છે. રસપ્રદ વિદ્યાર્થીઓ pminternship.mca.gov.in વેબસાઇટ પર જઈને ઇન્ટર્નશીપ માટે અરજી કરી શકે છે.
પીએમ ઇન્ટર્નશીપ યોજના 2025 અંતર્ગત ધોરણ 10, 12, ITI, ડિપ્લોમા અને સ્નાતક થયેલા અને 21 થી 24 વર્ષની વય ધરાવતા વિદ્યાર્થીઓ માટે સારી તક છે. આ યોજના હેઠળ, પસંદગી પામેલા ઉમેદવારોને દર મહિને 5000 રૂપિયા મળશે. રસ ધરાવતા ઉમેદવારોએ 31 માર્ચ 2025 પહેલા અરજી કરવાની રહેશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની તમામ માહિતી ઉપલબ્ધ છે. રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ નજીક આવી રહી છે, માત્ર 20 દિવસ બાકી છે, તેથી ઇચ્છુક ઉમેદવારોને સમયસર રજીસ્ટ્રેશન કરાવી લેવાની સલાહ આપવામાં આવે છે.

Author: jamnagaruday
Post Views: 246