આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પુરતુ જ નહી,ભાજપ દ્વારા નિત્ય મહિલા સશક્તિકરણ ………..

હાલારમાં મહિલાઓની રાજકીય અને વહીવટી પદમાં હિસ્સેદારી–સામાજીક ક્રાંતિ સમાન
સંસદસભ્ય-જિલ્લા પંચાયતોના પ્રમુખ-ધારાસભ્ય–મહાનગર સંગઠન પ્રમુખ ઉપરાંત જિલ્લા કક્ષાની પોસ્ટમાં  બહેનો અધીકારીઓ હોઇ સંવેદના સભર રીતે ચાલતી સીસ્ટમ
જામનગર (ભરત ભોગાયતા અને બ્રિજેશ પરમાર દ્વારા)
રાષ્ટ્રના પ્રથમ નાગરીક મહિલા છે તેઓ બંધારણના વડા છે કોઇને કલ્પના હતી કે દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ બનશે ?? તેઓએ આ પદની પસંદગી માટેની મોદીજીની દુરંદેશી સાર્થક કરી છે ભાજપમાં નારી શક્તિ મહત્વ વિશેષરૂપે પ્રસ્થાપિત થયુ છે હાલારમાં પણ નારી શક્તિને મહત્વના પદ મળ્યા છે ગુજરાતમાં મુખ્યમંત્રી મહિલા હતા મિનિસ્ટરો બહેનો હતા અને છે કેન્દ્ર સરકારમાં મિનિસ્ટરોમાં મહિલાઓ છે
ગુજરાત અને રાષ્ટ્ર સ્તરે જોઇએ તો
માત્ર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પુરતુ જ નહી,ભાજપ દ્વારા નિત્ય મહિલા સશક્તિકરણને મહત્વ અપાયુ છે તેવી જ રીતે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમા મળી  હાલારમાં મહિલાઓની રાજકીય અને વહીવટી પદમાં હિસ્સેદારી એક સામાજીક ક્રાંતિ સમાન છે
સંસદસભ્ય પૂનમબેન માડમ-જિલ્લા પંચાયતોના પ્રમુખો મયબેન ગરચર અને રિદ્ધિબા જાડેજા -ધારાસભ્ય  રીવાબા જાડેજા–મહાનગર સંગઠન પ્રમુખ બીનાબેન કોઠારી , ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા  ઉપરાંત આસી.લેબર કમી.ધ્વનીબેન રામી,જિલ્લા રોજગાર અધીકારી સરોજબેન સાંડપ્પા, જિલ્લા શિક્ષણ અધીકારી પહેલા જામનગરના હાલ દ્વારકા જિલ્લામાં મધુબેન ભટ્ટ ,મેડીકલ કોલેજ ડીન ડો.નંદિનીબેન દેસાઈ, ડેન્ટલકોલેજ ડીન ડો.નયનાબેન પટેલ,ઇન્સ્ટિટ્યુટ ઓફ ટીચીંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ  ” ઇટ્રા” ના ડાયરેક્ટર તનુજા નેસરી સહિત જિલ્લા કક્ષાની પોસ્ટમાં નોંધપાત્ર સંખ્યામાં  બહેનો અધીકારીઓ હોઇ સંવેદના સભર રીતે સમગ્ર  સીસ્ટમ આગળ ધપી રહી છે જે ભારતીય જનતા પાર્ટીની ખાસ કરીને ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી અને ભારતના હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની મહિલા સશક્તિકરણની પહેલની ફલશ્રુતિ છે અને બહેનો ને મહત્વ આપવા વિષે માત્ર વાતો જ નહી ઠોસ અમલવારી કરાઇ છે તેમજ મહિલાઓ માટેની અનેક યોજનાઓ, સ્થાનીક સ્વરાજ્યમાં બહેનો માટે પચાસ ટકા અનામત હવે ધારાસભા લોકસભામાં બહેનો
માટે ૩૩ ટકા અનામત માટેનુ બીલ એ દરેક બાબત ભાજપની નારી શક્તિને બિરદાવવાની કટીબદ્ધતા વ્યક્ત કરે છે.
હાલારમાં આપણે જોઇએ છીએ કે મહિલા સશક્તિ કરણ  છે તે ગુજરાતની ભાજપ સરકાર અને ભારતની ભાજપ સરકારની બહેનોમાટે તક પ્રદાન કરવાના પ્રયાસોના ભાગરૂપે છે   ગુજરાત સરકાર અને ભારત સરકારની નારીશક્તિ ને આગળ ધપવા માટે  વિસ્તૃત નીતિઓ જોઇએ તો લક્ષિત યોજનાઓ અને કાનૂની માળખા મારફતે મહિલા સશક્તિકરણમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. આર્થિક ભાગીદારીથી લઈને સુરક્ષા, ડિજિટલ સમાવેશથી લઈને શિક્ષણ સુધી, સરકારની પહેલથી મહિલાઓના જીવનમાં નોંધપાત્ર સુધારો થયો છે. આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર, સર્વસમાવેશક, લિંગ-સમાન સમાજના નિર્માણ માટેની પ્રતિબદ્ધતાને પુષ્ટિ આપવી મહત્વપૂર્ણ છે, જ્યાં મહિલાઓ રાષ્ટ્રના ભવિષ્યને આકાર આપવામાં કેન્દ્રીય ભૂમિકા ભજવે છે. નીતિનિર્માણ, સામુદાયિક જોડાણ અને ડિજિટલ સર્વસમાવેશકતામાં સતત પ્રયાસો એ સુનિશ્ચિત કરે છે કે મહિલાઓ આગામી વર્ષોમાં ગુજરાતની અને ભારતની વિકાસગાથાને હજુય  આગળ ધપાવવાનું ચાલુ રાખશે.
8 માર્ચે દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ એક એવો દિવસ છે જ્યારે સ્ત્રીઓને  રાષ્ટ્રીય, વંશીય, ભાષાકીય, સાંસ્કૃતિક, આર્થિક અથવા રાજકીય સરહદો પારની તેમની સિદ્ધિઓ માટે ઓળખવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2025ની થીમ “ફોર ઓલ વુમન એન્ડ ગર્લ્સ: રાઇટ્સ” ઈક્વોલિટી, એમ્પાવરમેન્ટ” છે. આ વર્ષની થીમમાં તમામ માટે સમાન અધિકારો, શક્તિ અને તકોને અનલોક કરવા માટે કાર્યવાહી કરવાની હાકલ કરવામાં આવી છે અને એક સમાવેશી ભવિષ્ય છે જ્યાં કોઈ પણ પાછળ નથી. આ સ્વપ્નનું કેન્દ્રબિંદુ આવનારી પેઢીને – યુવાનો, વિશેષ કરીને યુવાન સ્ત્રીઓ અને તરૂણીઓને – કાયમી પરિવર્તન માટે ઉત્પ્રેરક તરીકે સશક્ત બનાવવાનું છે.
હાલારના ચૂંટાયેલા મહિલા નેતાઓ પદાધીકારી બહેનો મહિલા હોદેદારો મહિલા આગેવાનોએ વિશેષરૂપે મહિલા દિવસ સંદર્ભે  ગૌરવભેર જણાવ્યુ છે  કે તાજેતરમાં જ  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પહેલા નમો એપ્લિકેશન ઓપન ફોરમ પર ભારતની મહિલાઓને તેમની પ્રેરણાદાયી જીવન યાત્રાઓ શેર કરવા પ્રોત્સાહિત કરી હતી. તેમણે પ્રસ્તુત થયેલી નોંધપાત્ર વાર્તાઓની પ્રશંસા કરી હતી. જેમાં જીવનનાં વિવિધ ક્ષેત્રોની મહિલાઓની સ્થિતિસ્થાપકતા અને સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો. એક વિશેષ પહેલ તરીકે, તેમણે જાહેરાત કરી હતી કે પસંદ કરેલી મહિલાઓ તેમના અવાજ અને અનુભવોને વિસ્તૃત કરવા માટે 8 માર્ચે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સંભાળશે. આ પહેલનો હેતુ મહિલાઓના યોગદાનની ઉજવણી કરવાનો અને અન્ય લોકોને સશક્તિકરણ, ખંત અને સફળતાની તેમની યાત્રાને પ્રદર્શિત કરીને પ્રેરણા આપવાનો છે.
તેમજ ગુજરાતમાં અને સમગ્ર દેશમાં  બહેનો માટે બંધારણીય અને કાનૂની માળખું જોઇએ તો ભારતીય બંધારણ તેની પ્રસ્તાવના, મૂળભૂત અધિકારો અને રાજ્યની નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈઓ દ્વારા લિંગ સમાનતાની ખાતરી આપે છે. આર્ટિકલ 14 કાયદા સમક્ષ સમાનતાની ખાતરી આપે છે. જ્યારે આર્ટિકલ 15 લિંગના આધારે ભેદભાવ પર પ્રતિબંધ મૂકે છે. અનુચ્છેદ 51(a)(e) નાગરિકોને મહિલાઓના ગૌરવને ઠેસ પહાંચાડતી હોય તેવી પ્રથાઓનો ત્યાગ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. નિર્દેશક સિદ્ધાંતો, ખાસ કરીને કલમ 39 અને 42, સમાન આજીવિકાની તકો, સમાન વેતન અને પ્રસૂતિ રાહત પર ભાર મૂકે છે.
તેમજ શિક્ષણ એ મહિલા સશક્તિકરણ અને આર્થિક સ્વતંત્રતાની ચાવી છે. પ્રાથમિક શિક્ષણથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી છોકરીઓને સમાન ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે ભારતે અનેક પહેલો હાથ ધરી છે. શિક્ષણમાં લિંગ સમાનતામાં નોંધપાત્ર સુધારો થયો છે, તાજેતરના વર્ષોમાં સ્ત્રી નોંધણી પુરુષોની નોંધણી કરતાં વધી ગઈ છે મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ, 2009 એ સુનિશ્ચિત કરે છે કે શાળાઓ તમામ બાળકો માટે પહોંચની અંદર છે.  દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ  મોદીનું નેતૃત્વ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ નુ નેતૃત્વ સર્વાંગી વિકાસમાં બહેનોના મહત્વ સમજીને બેટી બચાઓ બેટી પઢાઓ બાળ લિંગ ગુણોત્તરમાં સુધારો કરવા અને છોકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.સમગ્ર શિક્ષા અભિયાન શાળાકીય માળખાગત સુવિધાઓ અને કન્યા-મૈત્રીપૂર્ણ સુવિધાઓને ટેકો આપે છે તેવી જ રીતે  આરોગ્ય અને પોષણ મહિલાઓની સુખાકારીમાં સુધારો કરવા અને લિંગ-આધારિત આરોગ્ય અસમાનતાને ઘટાડવા માટે આરોગ્ય સેવાઓની સુલભતા મહત્વપૂર્ણ છે. સરકારે સમાજના તમામ વર્ગોની મહિલાઓ માટે માતૃત્વ અને બાળ આરોગ્ય, પોષણ અને તબીબી સહાય સુનિશ્ચિત કરવા માટે કેટલીક નીતિઓ રજૂ કરી છે. હાલારના મહિલા નેતાઓ અનેકવિધ યોજનાઓ જે બહેનો માટે અમલમાં છે તે  અંગે જણાવે છે  કે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના માં ગર્ભવતી અને સ્તનપાન કરાવતી માતાઓને રોકડ પ્રોત્સાહન પૂરું પાડે છે,જળ જીવન મિશને અનેક ઘરોને પીવાલાયક નળનું પાણી પૂરું પાડ્યું હતું, જેનાથી સ્વાસ્થ્યનું જોખમ ઓછું થયું હતું.
સ્વચ્છ ભારત અભિયાનને પગલે  અનેક શૌચાલયોનું નિર્માણ થયું, સ્વચ્છતા અને સ્વચ્છતામાં સુધારો થયો છે ઉપરાંત  આર્થિક સશક્તિકરણ અને નાણાકીય સર્વસમાવેશકતા અંગે જોઇએ તો કાર્યબળમાં મહિલાઓની ભાગીદારી એ આર્થિક વિકાસનું મુખ્ય ચાલક છે. સરકારે મહિલાઓ માટે નાણાકીય સ્વતંત્રતા, ઉદ્યોગસાહસિકતા અને રોજગારની તકોને પ્રોત્સાહન આપવા માટે અનેક પહેલ શરૂ કરી છે. પ્રધાનમંત્રી જન ધન યોજનામાં બહેનોના કરોડો ખાતાઓ રોજગાર અને નેતૃત્વ અંગે જોઇએ તો સશસ્ત્ર દળોમાં મહિલાઓ એનડીએમાં પ્રવેશ, લડાયક ભૂમિકાઓ અને સૈનિક શાળાઓ. નાગરિક ઉડ્ડયનમાં  ભારતમાં અનેક મહિલા પાઇલટ્સ છે, જે વૈશ્વિક સરેરાશ કરતાં વધારે છે.વર્કિંગ વુમન હોસ્ટેલ્સ (સખી નિવાસ) છાત્રાલયોથી મહિલાઓને લાભ થયો છે.સ્ટાર્ટ અપમાં મહિલા ઉદ્યોગ સાહસિકો અગણિત છે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયામાં  ભંડોળ મહિલાઓની આગેવાની હેઠળના સ્ટાર્ટઅપ્સ માટે અનામત છે તેવી જ રીતે ડિજિટલ અને ટેકનોલોજીકલ સશક્તિકરણ ક્ષેત્રમાં જોઇએ ડિજિટલ યુગમાં મહિલાઓની સામાજિક-આર્થિક પ્રગતિ માટે ટેકનોલોજીની સુલભતા અને ડિજિટલ સાક્ષરતા મહત્ત્વપૂર્ણ છે. સરકાર વિવિધ પહેલ દ્વારા મહિલાઓ ડિજિટલ ક્રાંતિનો ભાગ છે તેની ખાતરી કરવા માટે સક્રિય રહી છે. તો બહેનોની સુરક્ષા અંગે
મહિલાઓની સલામતી સુનિશ્ચિત કરવી એ  ગુજરાત અને  ભારત સરકારની ટોચની અગ્રતા છે. મહિલાઓ સામેના ગુનાઓને અંકુશમાં લેવા અને કાનૂની અને સંસ્થાકીય ટેકો પૂરો પાડવા માટે કેટલાક કાયદાકીય પગલાં, સમર્પિત ભંડોળ અને ફાસ્ટ ટ્રેક અદાલતોની સ્થાપના કરવામાં આવી છે. મહિલાઓ સામેના ગુનાઓ માટે દંડમાં વધારો,પ્રોટેક્શન ઓફ વિમેન ફ્રોમ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ,
કાર્યસ્થળ પર મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ,પોક્સો એક્ટ, બાળ શોષણ સામેના કાયદાઓને મજબૂત બનાવ્યા,
ટ્રિપલ તલાક પર પ્રતિબંધ, ત્વરિત છૂટાછેડાની પ્રથાઓને ગુનાહિત બનાવવી,દહેજ પ્રતિબંધ અધિનિયમ,દહેજ સંબંધિત ગુનાઓને દંડિત કરે છે.
બાળલગ્ન પ્રતિબંધ અધિનિયમ, સગીરોને બળજબરીથી લગ્નથી બચાવે છે.નિર્ભયા ફંડ પ્રોજેક્ટ્સ, વન સ્ટોપ સેન્ટર્સ કેન્દ્રો કાર્યરત છે, જે  લાખો મહિલાઓને સહાય કરે છે.ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ દ્વારા  કોલ હેન્ડલ કરવામાં આવે છે મહત્વપૂર્ણ છે કે જ્યાં મહિલાઓ રાષ્ટ્રના ભવિષ્યને આકાર આપવામાં કેન્દ્રીય ભૂમિકા ભજવે છે. નીતિનિર્માણ, સામુદાયિક જોડાણ અને ડિજિટલ સર્વસમાવેશકતામાં સતત પ્રયાસો એ સુનિશ્ચિત કરશે કે મહિલાઓ આગામી વર્ષોમાં ગુજરાત ભારતની વિકાસગાથાને આગળ ધપાવવાનું ચાલુ રાખશે તેવી દ્રઢ આશા હાલારની આગેવાન નારી શક્તિ એ વ્યક્ત કરી હતી હાલારના ચુંટાયેલા બહેનોનેતાઓ,પદાધીકારીઓ,હોદેદારોએ જણાવ્યુ છે કે અમને ભારતીય જનતા  પાર્ટીએ  ગુજરાત સરકારે અને ભારત સરકારે તક આપી છે તેથી અમે ખુશ છીએ અને અમે ભાજપનાા નિર્ણયો સાર્થક કરી રહ્યા છીએ હજુય સાર્થક કરનાર છીએ.
આંતરરાષ્ટ્રીય વિશ્ર્વ મહિલા દિવસે હાલારના બંને જિલ્લામાં ઉચ્ચ પદ ઉપર રાજકીય અને વહીવટમાં સ્થાન પર બિરાજમાન  દરેક નારી શક્તિને વંદન અને ભારતીય જનતા પાર્ટીની દુરંદેશીતાની પ્રસંશા કરીએ છીએ. સાથે હાલારના બંને જિલ્લાના બહેનોને મહિલા દિવસની શુભકામનાઓ સાથે ભાજપ સરકારની યોજનાઓ નો લાભ લઇ આગળ ધપવા અનુરોધ કરીએ છીએ અને હાલારના સાંસદ પૂનમબેન,જિ.પં.પ્રમુખો મયબેન અને રીદ્ધીબા,ધારાસભ્ય રીવાબા,જામનગર શહેર ભાજપ પ્રમુખ બીનાબેન સહિત અનેક ચુંટાયેલા બહેનો આગેવાનો હોદેદારો અધીકારી બહેનોમાંથી  સૌ નારી શક્તિ પ્રેરણા લે તેવી અને  ભારતીય જનતા પાર્ટીની મહિલા સશક્તિકરણ ની કટીબદ્ધતા હજુય વધુને વધુ રીતે હાલારથી માંડી રાજ્ય અને રાજ્યથી રાષ્ટ્ર કક્ષા સુધી આગળ ધપતી રહે તેવી શુભેચ્છાઓ પાઠવીએ છીએ.
jamnagaruday
Author: jamnagaruday

Share this post:

खबरें और भी हैं...

Live Cricket

  • HUF Registration Services In India

Horoscope

Scroll to Top