બચ્ચન 2024માં 350 કરોડની આવક સાથે સૌથી મોટા ટેક્સપેયર બન્યા

સૌથી વધુ ટેક્સ ભરવામાં અમિતાભે શાહરુખને પણ પાછળ છોડ્યો

અમિતાભ બચ્ચનને અનેક લોકો પોતાના આદર્શ માને છે, યુવાનીમાં એન્ગ્રી યંગમેનની ઇમેજથી એક આદર્શ તરીકે પોતાની જાતને પ્રસ્થાપિત કરવા સુધીની સફરમાં અમિતાભ બચ્ચને અનેક સંઘર્ષ અને સફળતાઓ જોયાં છે. આજે 82 વર્ષની ઉમરે પણ તેઓ ફિલ્મ અને ટીવીમાં સતત સક્રિય રહે છે. હવે તેઓ ‘કલ્કિ 2’ની તૈયારીઓ કરી રહ્યા છે.

ત્યારે તાજેતરના અહેવાલો મુજબ અમિતાભ બચ્ચને નાણાકિય વર્ષ 2024-2025માં 350 કરોડની કમાણી કરી છે. તેમની મોટાભાગની આવક ફિલ્મ, જાહેરાતો અને ‘કૌન બનેગા કરોડપતિ’ જેવા શોના સંચાલન દ્વારા જ આવે છે. તેની સાથે તેઓ આજે 82 વર્ષે પણ ઇન્ડસ્ટ્રીનાં સૌથી વધુ કમાણી કરનાર કલાકાર બની ગયા છે.

સૌથી વધુ કમાણી સાથે તેઓ નિયમિતતા અને ઇમાનદારીથી પોતાનો ટેક્સ પણ ભરે છે, ત્યારે તેઓ સૌથી મોટા ટેક્સપેયર પણ બન્યા છે. તેમણે આ વર્ષમાં 15 માર્ચ, 2025ના દિવસે 52.50 કરોડ રૂપિયા ટેક્સ પેટે ભર્યા છે. તેમની શિસ્ત માટે જાણીતા અમિતાભ બચ્ચન ટેક્સ ભરવામાં પણ એટલાં જ નિયમિત છે. આજે પણ નવી નવી ફિલ્મમાં કામ કરીને તે યુવા કલાકારોને પ્રેરણા આપવાની સાથે તેમને ટક્કર પણ આપે છે.

અમિતાભ બચ્ચને ટેક્સ ભરવા બાબતે શાહરુખ ખાનને પણ પાછળ રાખી દીધો છે. ગયા વર્ષે તેણે સૌથી વધુ ટેક્સ ભર્યો હતો. જે લગભગ 92 કરોડ જેટલો હતો. હવે આ વર્ષે આ સ્થાન અમિતાભ બચ્ચને લઈ લીધું છે.

jamnagaruday
Author: jamnagaruday

Share this post:

खबरें और भी हैं...

Live Cricket

HUF Registration Services In India

Horoscope

Scroll to Top