જામનગર જિલ્લામાં અસામાજિક તત્વો ના ગેરકાદેસર વીજ જોડાણ કપાયા, – હવે દબાણો હટાવાશે અને ગુનેગારોને “પાસા” તથા “તડીપાર” માં પણ કરાશે…..

જામનગર પોલીસ વિભાગ અને પીજીવીસીએલએ અસામાજિક તત્વો દ્વારા આચરવામાં આવતી વીજચોરીને ડામવા માટે કડક ચેકિંગ અંતર્ગત જામનગરમાં કોર્પોરેટર સહિતના સ્થળોએ ચેકિંગ કામગીરી હાથ ધરાતા કોર્પોરેટરના ઘરે ૩.૫૨ લાખની વીજચોરી ઝડપાઈ હતી. ઉપરાંત સીક્કામાં પાંચ સ્થળોએથી રૂા.૪૦,૦૦,૦૦૦ ની ગેરરીતિ ઝડપાઈ હતી. જ્યારે કાલાવડમાં પણ રૂા.૩૫,૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી શહેર અને જિલ્લામાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સોના ઘરે પીજીવીસીએલ અધિક્ષના નેજા હેઠળ ચેકિંગ ટીમને સાથે રાખી પોલીસ અને પીજીવીસીએલ દ્વારા જિલ્લામાં સંયુકત ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર પટણીવાડ વિસ્તારમાં રહેતા કોર્પોરેટર અસલમ કરીમ ખીલજીના ઘરે ચેકિંગ કામગીરી દરમ્યાન ગેરકાયદેસર વીજકનેકશન મળી આવતા પીજીવીસીએલની ટીમ દ્વારા વોર્ડ નં.૧૨ ના કોર્પોેટર અસલમ કરીમ ખીલજીને રૂા.૦૩,૫૨,૦૦૦ લાખની ગેરરીતિ મળી આવી હતી. તેમજ પુર્વ કોર્પોરેટર ગની ઉમર બસર ના મકાનમાંથી રૂા.૯૦,૦૦૦ ની ગેરરીતિ મળી આવી હતી. તેમજ પટણીવાડમાં નામચીન ગુનેગાર જુનેદ ચૌહાણના મકાનમાંથી રૂા.૦૪,૩૪,૦૦૦ ની ગેરરીતિ ઝડપાઈ હતી.
જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું ના નેજા હેઠળ છેલ્લાં ત્રણ દિવસ થી જામનગર શહેર અને તાલુકા મથકોમાં ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ વિભાગ અને પીજીવીસીએલ દ્વારા સંયુકત રીતે કડક ચેકિંગ કામગીરી અંતર્ગત ગુનાહિત ઈતિહાસ ધરાવતા અસામાજિક તત્વોના રહેણાંક મકાનોમાં સામૂહિક દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં ૧૭૦ થી વધુ મકાનોમાંથી વીજચોરી ઝડપાવાની ઘટનાઓ બહાર આવી છે. આ તમામ સ્થળોએથી ઝડપાયેલી વીજચોરીમાં રૂા.૦૧ કરોડ, ૦૪ લાખ નો દંડ પીજીવીસીએલ દ્વારા ફટકારવામાં આવ્યો છે. સામાન્ય સંજોગોમાં પીજીવીસીએલ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવે છે. પરંતુ આ વખતે પરિસ્થિતિ ઉલ્ટી છે. પોલીસ વિભાગે અસામાજિક તત્વોના રહેણાંક મકાનોમાં પીજીવીસીએલની સાથે રાખીને ચેકિંગ ડ્રાઈવ યોજવામાં આવી છે.
ઉપરાંત કાલાવડમાં પોલીસ વિભાગ અને પીજીવીસીએલ દ્વારા ચેકિંગ કામગીરી દરમિયાન વિશ્વરાજસિંહ કનકસિંહ ચૌહાણના ઘરેથી રૂા.૧૫,૦૦૦ ની ગોપાલ લવજી સીખાના ઘરેથી રૂા.૨૦,૦૦૦ ની તથા ગફાર મુસાફ સમા ના ઘરેથી મીટર તથા સર્વીસ, તેમજ ધર્મેન્દ્રસિંહ આલુભા જાડેજાના ઘરેથી સર્વિસવાયર ઉતારેલ છે અને કુલ રૂા.૩૫,૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમજ સીક્કા પોલીસ અને પીજીવીસીએલની ટીમ દ્વારા અસામાજિક તત્વોના રહેણાંક મકાનોમાં ચેકિંગ કામગીરી દરમિયાન મુંગણી ગામના યુવરાજસિંહ કિરીટસિંહ દેદાને ત્યાં રૂા.૧૫,૦૦,૦૦૦ ની ગેરરીતિ તથા સીક્કરામાં લક્ષ્મણ નારણ સિંધવને ત્યાં રૂા.૧૭,૫૦,૦૦૦ ની ગેરરીતિ અને હિંમત ઉર્ફે મુન્નો કેશવને ત્યાં રૂા.૩૦,૦૦૦ ની તથા જગદીશ ઉર્ફે જગો વાલજી ચૌહાણને ત્યાં રૂા.૦૪,૫૦,૦૦૦ ની અને મુંગણી ગામના સુરેન્દ્રસિંહ ઉર્ફે ઇલુ ભીખુભા કંચવાને ત્યાં રૂા.૦૪,૧૫,૦૦૦ ની ગેરરીતિ મળી કુલ રૂા.૪૦,૦૦,૦૦૦ ની ગેરરીતિ ઝડપાતા પીજીવીસીએલ દ્વારા અસામાજિક તત્વો વિરૂધ્ધ કુલ રૂા.૧૨,૨૦,૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
jamnagaruday
Author: jamnagaruday

Share this post:

खबरें और भी हैं...

Live Cricket

HUF Registration Services In India

Horoscope

Scroll to Top