જામનગર જિલ્લા અટલ ભવન ખાતે આજે મહત્વપૂર્ણ નિમણૂક કરવામાં આવી છે. લાંબા સમયના અનુભવી નેતા ડો.વિનુભાઈ ભંડેરીને જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂક પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપના આગેવાનો બાબભાઇ જેબલિયા, એચ.એમ.પટેલ અને નરેશ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. નિવૃત્ત થતા જિલ્લા પ્રમુખ રમેશ મુંગરા અને જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના પદાધિકારીઓ પણ કાર્યક્રમમાં જોડાયા હતા.
ડો.વિનુભાઈ ભંડેરી ૧૯૯૦ થી ભાજપ સાથે સક્રિય રીતે જોડાયેલા છે. તેમની રાજકીય કારકિર્દી દરમિયાન તેઓ ત્રણ વખત જિલ્લા ભાજપના મહામંત્રી રહી ચૂક્યા છે. તેઓ જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. હાલમાં તેઓ ગુજરાત પ્રદેશ કારોબારી સમિતિના સભ્ય છે અને ‘મન કી બાત’ કાર્યક્રમના સૌરાષ્ટ્ર વિભાગના ઇન્ચાર્જ તરીકે કાર્યરત છે.
નવા જિલ્લા પ્રમુખ ની નિમણૂક બાદ ભાજપના કાર્યકરો અને આગેવાનો દ્વારા ડો.વિનુભાઈ ભંડેરીને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમના ૩૫ વર્ષના રાજકીય અનુભવને જોતાં આ નિમણૂક પાર્ટી માટે લાભદાયી સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

Author: jamnagaruday
Post Views: 16