વીજ તંત્રની ટુકડીએ દોડી જઈ વીજ પોલની સમારકામની કામગીરી હાથ ધરી લેવાઇ ચાલકની શોધખોળ
જામનગર: જામનગર શહેરના કાલાવડ નાકા બહાર ઘાંચીની ખડકી વિસ્તારમાં આવેલા પીજીવીસીએલના લોખંડના એક વીજ પોલને કોઈ અજાણ્યા ડમ્પર ના ચાલકે ઠોકર મારી દેતાં વિજ પોલ બેવડો વળી ગયો હતો અને આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો.
જે ડમ્પર ચાલક ત્યાંથી ભાગી છુટ્યો હતો, અને અંધારપટ છવાયો હતો. આ બનાવ બાદ સ્થાનિક રહેવાસીઓ અને સ્થાનિક નગરસેવક સહિતના લોકો એકત્ર થઈ ગયા હતા, અને પીજીવીસીએલ ની ટીમને જાણ કરતાં વિજતંત્ર ની ટુકડી મોડી રાત્રે દોડતી થઈ હતી અને ગત મોડી રાત્રે સૌપ્રથમ મોડેથી વિજ પુરવઠો ચાલુ કરી દેવાયો હતો.
બાદમાં બુધવારે વહેલી સવારથી જ પીજીવીસીએલ દ્વારા અલગ અલગ બે વીજપોલને કાઢીને તે સ્થળે નવા વીજપોલ નાખવામાં આવ્યા હતા અને મરામતની કામગીરી હાથ ધરવામાં આવી હતી, અને વિજ તંત્રને અડધા લાખનું નુકસાન થયું છે. પીજીવીસીએલ દ્વારા આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાની મદદ થી વિજપોલ ભાંગી નાખીને નુકસાની પહોંચાડનાર વાહનચાલક ને શોધીને તેની સામે પોલીસ ફરિયાદ નોંધવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
તસવીર: સૈયદ જૈનુંલ-જામનગર
