જામનગર જીલ્લાના માછીમારીના 6 કેન્દ્રો ઉપર 1152 માછીમારી બોટનું રજીસ્ટ્રેશન કરાયું: નવી 98 અને જુની 398 બોટના લાયસન્સ રિન્યુ કરાયા
જામનગર: ગુજરાતમાં સૌથી લાંબો દરિયાકીનારો જામનગર જિલ્લાનો છે. 500 થી વધુ પરીવારો માછીમારી સાથે જોડાયેલા છે. જામનગરની ફીશરીઝ કચેરી ખાતે 1152 બોટનું રજીસ્ટ્રેશન થયેલું છે. છેલ્લા બે વર્ષથી વાત લઇએ તો આ કચેરી દ્વારા 154 બોટનું રજીસ્ટ્રેશન રદ કરાયું છે અને 98 નવી બોટનું રજીસ્ટ્રેશન કરાયું છે.
જામનગર જીલ્લા ના જોડીયા થી ઝાખર સુધીનો લાંબો દરીયા કીનારો છે, નેશનલ ફીશરીઝ ડીઝીટલ પ્લેટફોર્મ ઉપર 1152 બોટનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને માછીમારીનું લાયસન્સ મેળવ્યું છે, સમયાંતરે આ લાયસન્સ રિન્યુ કરવામાં આવે છે, છેલ્લા બે વર્ષમાં ભાંગેલી, તુટેલી અને ગુમ થયેલી જુની બોટ માછીમારી માટે યોગ્ય ’ન’ હોય તેવી 154 બોટનું રજીસ્ટ્રેશન રદ કરી દેવાયું છે. દરીયાકીનારે માછીમારી કરતા પગડીયા માછીમારોને સરકાર દ્વારા સાયકલ, બોકસ, વજનકાંટો અને માછીમારીની ઝાળી સહિતની વસ્તુઓ અપાય છે અને 90 ટકા સબસીડી પણ અપાય છે.
આ ઉપરાંત ભાંભરા પાણીમાં મત્સ્યઉદ્યોગનો વિકાસ પ્લાન તથા નોન પ્લાન, દરીયાકીનારે માછીમારી કરતા માછીમારો માટે આવાસ યોજના, દરીયાઇ સાધનો પુરા પાડવા અને પૂર્વ જરી સવલત પુરી પાડવી, 20 મીટર થી ઓછી લંબાઇની માછીમારી માટેની યાંત્રીક હોડી માટે વપરાશમાં લેવાતા હાઇ સ્પીડ ડીઝલમાં પણ વેરામાં રાહત અપાય છે. આમ અનેક સરકારી યોજનાઓથી માછીમારોને સહાય આપવામાં આવે છે.આ ઉપરાંત દરીયા કિનારે માછીમારી કરતા હોય તેવા માછીમારોને પગદડીયા તરીકે ઓળખવામાં આવે છે. જે જામનગર જિલ્લામાં 243 જેટલા માછીમારો નોંધાયેલા છે.
માછીમારોને આપવામાં આવતી સરકારી યોજના
*દરિયાઈ સાધનો પુરા પાડવા અન્ય પુર્વ જરૂરી સવલતો પુરી પાડવી….
*પ્રક્રિયા, જાળવણી અને ખરીદ વેચાણ, ખરીદ સહાય વધારવી….
*માછલા પકડવાની હોડીઓનું યાત્રિકરણ અને તેની સુધારણા….
*ભાંભરા પાણીમાં મત્સ્યોધોગનો વિકાસ, પ્લાન તથા નોન પ્લાન….
*દરિયા કિનારે માછીમારી કરતા માછીમારો માટે આવાસ યોજના….
*20 મીટરથી ઓછી લંબાઇ ની માછીમારી માટેની યાંત્રિક હોડીઓ માટે વપરાશમાં લેવાતા હાઈસ્પીડ ડીઝલ પરના વેચાણ વેરામાં રાહત આપવાની યોજના….
*મત્સ્ય બીજનું ઉત્પાદન અને આંતરદેશીય મત્સ્યોદ્યોગના સાધનો વધારવા સહિતની યોજનાઓ અમલમાં છે.
તસવીર: સૈયદ જૈનુંલ-જામનગર
