આ કેસ ની હકીકત એવી છે કે જામનગર માં કે. કે. રેસીડેન્સી, મેહુલ નગર વિસ્તાર માં રહેતા અને ગાંધીનગર વિસ્તાર માં ક્લીનિક ધરાવતા ડો.વિજયભાઈ બુસા એ લાલવાડી વિસ્તાર ,જામનગર માં રહેતા અને ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નો ધંધો ચલાવતા હેમંત વાલજીભાઈ સાવરિયા ને 2016 ના અરસા માં સંબંધ ના દાવે રુ.7,00,000 અંકે રૂપિયા સાત લાખ હાથ ઉછીના આપેલ હતા અને આ લેણી રકમ ની ડો.વિજયભાઈ એ માંગણી /ઉઘરાણી કરતા આરોપી હેમંત સાવરિયા એ રુ.7,00,000 નો ચેક તા.19/08/16 ના રોજ નૉ સહી કરી અને આપેલ હતો. આ ચેક ફરિયાદી ડૉ.વિજયભાઈ બુસા એ પોતાના ખાતા માં જમા કરાવવા ડિપોઝિટ કરતા મજકૂર ચેક “insufficient fund” ના શેરા સાથે અપૂરતું ભંડોળ હોવાથી ચેક રીટર્ન થયેલ હતો.
ફરિયાદી ડૉ.વિજયભાઈ એ આ અંગે આરોપી ને ઘી નેગો. ઇન્સ્ટુમેન્ટ એક્ટ ની કલમ 138 અન્વયે ની કાર્યવાહી બાબતે નોટિસ આપેલ અને આમ છતાં આરોપી એ રકમ નહીં ચૂકવતા તેની સામે નેગો. ઇન્સ્ટુમેન્ટ એક્ટ ની કલમ 138 મુજબ ફરિયાદ કરેલ હતી. જે કેસ માં સમન્સ ની બજવણી થવા છતાં આરોપી હાજર રહેતા ન હોય અને ભાગેડું રહેતા તેની સામે પકડ વોરંટ ઇસ્યૂ થતાં નામદાર કોર્ટે ના વોરંટ ની બજવણી કરવામાં આવેલ હતી. જેમાં આરોપી હેમંતભાઈ હાજર થઈ જામીનમુકત થયેલા હતા તેમજ તેની સામે ના કેસ ચાલતા આ કામમાં ફરિયાદી નો પુરાવો તથા દસ્તાવેજો ધ્યાને લઈ જામનગર ના 7 માં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ દ્વારા આરોપી ની સામે કેસ સાબિત માની અને ફરિયાદ પક્ષ ની દલીલો ધ્યાને લઈ આરોપી હેમંત વાલજીભાઈ સાવરિયા ને 2(બે) વર્ષ ની સજા તથા ચેક ની રકમ કરતા બમણી રકમ એટલે કે 14,00,000 નો દંડ અને આ રકમ જમા થયેથી ફરિયાદી ને ચેક ની રકમ વળતર તરીકે ચૂકવવાનો હુકમ કરેલ છે. આ કામ માં ફરિયાદી તરફે વકીલ તરીકે શ્રી.બીમલ ભાઈ ચોટાઇ , નીલ ભાઈ ચોટાઇ,સુમિત સોલંકી, મોનીલ એન.ગુઢકા તથા નિખીલ પરમાર રોકાયેલા હતા.
