જેએમસી એસ્ટેટ વિભાગના કર્મચારી ઉપર પ્રાણઘાતક હથીયારો સાથે સ્કોર્પિયો લઇ ફિલ્મી ઢબે હત્યા પ્રસાના ગુન્હામાં સંડોવાયેલ આરોપીની જામીન અરજી ના-મંજુર કરતી અદાલત

આરોપી હનુમાન ગેઇટ પોલીસ ચોકમાં ઇ-ગુજ.કોપમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે વર્ષોથી માનદ સેવા આપે છે, તેવી રજુઆત આરોપી પક્ષે થયેલ હતી

જામનગર: આ કેશની હકિક્ત એવી છે કે, જામનગર ખાતે વસવાટ કરતા અને જામનગર મહાનગર પાલીકાના એસ્ટેટ શાખામાં નોકરી કરતા કુલદીપસીંહ કીરીટસીંહ પરમાર રાત્રીના સમયે ક્રિષ્ટલ મોલ પાસે બેઠા હતા ત્યારે નાગરાજસીંહ રણજીતસીંહ જાડેજાએ ફોન કરી અને બેફામ ગાળો આપેલ અને થોડીવાર બાદ ક્રિષ્ટલ મોલમાં સ્ક્રોપીયો કાર લઈ અને ફિલ્મી ઢબે નાગરાજસીંહ અને તેમના સાથેના અજાણ્યા સખ્સો છરી પાઈપ જેવા ધાતક હથીયારો સાથે ઉતરી અને આ હથીયારોથી કુલદીપસીંહ ઉપર હુમલો કરી અને પડખામાં છરી મારેલ અને પાઈપથી પણ માર મારી અને ગંભીર ઈજાઓ કરેલ આથી કુલદીપસીંહને મારી નાખવાના ઈરાદે આ પ્રકારે હુમલો થયાબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ ત્યાં તેમની ખુબજ ગંભીર પ્રકારની ઈજાઓની સારવાર કરવામાં આવેલ અને આરોપી નાગરાજસીંહ ત્થા અન્ય અજાણ્યા સખ્સો વિરૂધ્ધ બી.એન.એસ.ની કલમ 109(1) વિગેરે મુજબનો જાનથી મારી નાખવાની કોશીશ અંગેનો ગુન્હો નોંધવામાં આવેલ, આ ગુન્હાના કામે નાગરાજસીંહની ધરપકડ થયેલ અને ત્યારબાદ અજાણ્યા શખ્સ તરીકે નિતીન ઉર્ફે મંથન દિનેશભાઈ વાધેલાઓનું નામ ખુલેલ અને તેમને નામ઼અદાલતમાં આગોતરા જામીન અરજી દાખલ કરેલ, તેમાં જણાવેલ કે, મુખ્ય આરોપી નાગરાજસીંહે પોલીસને કહેલ છે કે,

આ બનાવમાં તેમનો કોઈ રોલ નથી અને તેમને કોઈ હથીયારોથી હુમલો પણ કરેલ નથી અને ઈજાઓ પણ કરેલ નથી અને તે અંગેના સીસીટીવી ફુટેઝ પણ કોર્ટમાં રજુ કરવામાં આવેલ અને દલીલ કરેલ કે, નિતીન ઉર્ફૈ મંથન ર016થી પોલીસ ડીપાર્ટમેન્ટમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે માનદ સેવાઓ આપી રહેલ છે અને પોલીસ પરીક્ષ્ાા ઉર્તીણ પણ થયેલ છે અને સરકારી નોકરીની તૈયારઓ કરી રહયા છે, ત્થા બનાવ અંગેના સીસીટીવી ફુટેજ પણ વાયરલ થયેલ હતા તેમાં પણ નિતીન ઉર્ફે મંથનનો કોઈ રોલ સાબીત ન થતો હતો, આ જામીન અરજી અંગે મુળ ફરીયાદી કુલદીપસીંહ તરફે વાંધાઓ રજુ કરવામાં આવેલ અને દલીલો કરવામાં આવેલ કે, સરાજાહેર ફિલ્મી ઢબે મોટરકારમાં આવેલ હોય અને સરાજાહેર આતંકી રીતે આ પ્રકારે ગંભીર હથીયારોથી જીવલેણ ઈજાઓ કરવામાં આવેલ છે અને તેના કારણે ફરીયાદીને લાંબા સમય સુધી સારવામાં રહેવું પડેલ છે

અને જો આ આરોપીઓને આગોતરા જામીન આપવામાં આવશે તો સમાજમાં આ પ્રકારની પ્રવૃતીઓ કરનારા આરોપીઓને પ્રોત્સાહન મળશે અને આ આરોપીનો પ્રથમદર્શનીય રોલ હોવાનું ધ્યાને આવે છે, માત્ર અને માત્ર તેઓ સરકારી પરીક્ષ્ાાઓની તૈયારી કરતા હોય અને સીસીટીવી ફુટેઝમાં તેમનું કોઈ રોલ દેખાતો ન હોય, માત્ર તેઓ હાજર હતા તેટલું નામ઼અદાલતમાં રેકર્ડમાં આવી ગયેલ છે, તે પુરતું છે, તે સંજોગો ધ્યાને લઈ અને તેમની હાજરી બનાવના સ્થળે હોવાનું એડમીશન હોય, તે તમામ રજુઆતો ધ્યાને લઈ અને આ કામના આરોપી નિતીન ઉર્ફે મંથન દીનેશભાઈ વાધેલાની આગોતરા જામીન અરજી રદ કરવાનો નામ઼અદાલતે હુકમ કરેલ,

આ કેશમાં ફરીયાદ પક્ષ્ો કુલદીપસીંહ કિરીટસીંહ પરમાર તરફે વકીલ શ્રી રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસીંહ આર.ગોહીલ, રજનીકાંત આર.નાખવા, ત્થા નિતેષ્ા જી. મુછડીયા રોકાયેલા હતા.

jamnagaruday
Author: jamnagaruday

Share this post:

खबरें और भी हैं...

Live Cricket

  • HUF Registration Services In India

Horoscope

Scroll to Top