જામનગર જીલ્લા ની તમામ કોર્ટમાં આગામી તા.૦૮ માર્ચના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન……

• લોક અદાલત એ તકરારના સમાધાન માટેનું સુખદ નિવારણમાં ફોરમ છે. જેમાં પક્ષકાર સમાધાનથી કેસનો નિકાલ લાવી ઝડપી ન્યાય મેળવી શકે છે.
જામનગર તા.૨૭ ફેબ્રુઆરી, જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, જામનગર દ્વારા આગામી તા.૦૮-૦૩-૨૦૨૫ ના રોજ જિલ્લાની તમામ કોર્ટમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવશે.
જે અંતર્ગત, ફોજદારી સમાધાનપાત્ર કેસ, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબના ચેકનાં કેસ, બેંક રીકવરી દાવા, એમ.એ.સી.પી.નાં કેસ, લેબર તકરારના કેસ, લગ્ન વિષયક તકરારના કેસ, વીજળી અને પાણી બિલ (સમાધાન પાત્ર ‘ન’ હોય તે સિવાયના) કેસ, કૌટુંબિક તકરારના કેસ, જમીન સંપાદનના કેસ, સર્વિસ મેટરના પે અને એલાઉન્સીસ અને નિવૃતિના લાભના કેસ, રેવન્યુ કેસ (ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને હાઈકોર્ટમાં પેન્ડીંગ હોય તે જ) અને અન્ય સિવિલ કેસ (ભાડુઆત, સુખાધિકાર હકક, મનાઈ હુકમના દાવા, સ્પેસીફીક પરફોર્મન્સ) વગેરે પ્રકારના કેસો માટે નેશનલ લોક અદાલતનું નાલ્સાના એકશન પ્લાન મુજબ આયોજન કરવામાં આવશે.
જેથી, જામનગર જિલ્લાની તમામ જાહેર જનતા તથા પક્ષકારોને તેઓના ઉપરોકત જણાવેલા પૈકીના પેન્ડીંગ કેસોમાં સમાધાનથી તકરારનું નિરાકરણ કરવા, તેઓના વકીલ મારફતે જે- તે કોર્ટમાં કેસ પેન્ડીંગ હોય, તો તે કોર્ટના કેસ લોક અદાલતમાં મુકવા માટે સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. લોક અદાલત એ તકરારના સમાધાન માટે એક સુખદ નિવારણમાં ફોરમ છે. જેમાં પક્ષકાર સમાધાનથી કેસનો નિકાલ લાવી શકે છે અને તેનાથી પક્ષકારને ઝડપી ન્યાય મળી શકે છે.
વધુમાં, લોક અદાલતના માધ્યમથી કેસમાં સમાધાન કરવાથી લોકોને આર્થિક નુકશાની થતી નથી અને સમયની બચત થાય છે. લોક અદાલત અંગે વધુ માહિતી મેળવવા માટે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, જામનગરના સંપર્ક નં.૦૨૮૮-૨૫૫૦૧૦૬ પર સંપર્ક સાધી શકાશે. તેમજ દરેક જિલ્લા/તાલુકા કક્ષાની કોર્ટમાં જો કેસ પેન્ડીંગ હોય, તો જે- તે જિલ્લા/તાલુકા કોર્ટનો સંપર્ક કરવા માટે સચિવ તથા સિનિયર સિવિલ જજ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
તસવીર: સૈયદ જેનુંલ
jamnagaruday
Author: jamnagaruday

Share this post:

खबरें और भी हैं...

Live Cricket

  • HUF Registration Services In India

Horoscope