કરોડો રૂપિયાના સોસાયટીના કોમન પ્લોટ ઉપર ગેરકાયદેસર દબાણ કરતા આરોપી ધર્મેશ મુળજીભાઈ રાણપરીયારની જામીન અરજી ના-મંજુર કરતી નામ.-અદાવત”

‘સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલ અને ફરીયાદ રદ કરાવવા આરોપીએ સુપ્રીમ કોર્ટના દ્વાર પણ ખટખટાવેવ

આરોપી ઘ્વારા ફરીયાદીને ગુજશીટોક્ના આરોપી જયેશ પટેવ કે, જે આરોપીના સગા ભાઈ થતાં હોય, તેના નામે પણ ધમકી આપેલ હતી’

આ કેશની હકિકત એવી છે કે, જામનગર ખાતે વસવાટ કરતા જગદીશભાઈ રામોલીયા ધ્વારા જામનગર સીટી ‘એ’ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ધર્મેશ મુળજીભાઈ રાણપરીયા સામે એવી ફરીયાદ જાહેર કરેલ કે, જામનગર રેવન્યુ સર્વે નં.૧૨૦૬ વાળી રહેણાંક હેતું માટે બિનખેતી થયેલ પ્લોટ નં. ૪/૧માં ઓ રહેતા હતા અને ધર્મેશ રાણપરીયા પ્લોટ નં.ર અને ૩માં વસવાટ કરતા હતા તે દરમ્યાન મયુરટાઉનશીપમાં કોમન પ્લોટ નં.એ ફરતે પોતાના અંગત ઉપયોગમાં બાજુમાં કંમ્પાઉનડઠ વોલ કરી અંદર મકાન શેડ સંડાશ બાથરૂમ બનાવી નાખી અને આ કોમન પ્લોટ ફરતે પોતાનું કમ્પાઉન્ડ વોલ અને ગેટ નાખી અને સીસીટીવી કેમેરા ફીટ કરી દીધેલ હોય, અને આ જગ્યામાં દબાણ કરેલહોય તેનો વિરોધ કરતા તેઓએ અપશબ્દો બોલાવી અને તેઓ કુખ્યાત ગુનેગાર જયેશ પટેલના સગા ભાઈ થતાં હોય, તેનો ડર બતાવતા રહેતા હતા અને આ બાબતે ફરીયાદીને ખુબજ હેરાન પરેશાન કરી અને ફરીયાદીનું માલીકીનું મકાન વેંચાણ કરાવી નાખેલ,

આમ ત્યારબાદ આરોપી ધ્વારા આ કરોડો રૂપિયાની કિંમતી જમીનમાં પોતાનું ગેરકાયદેસર દબાણ કરી લીધેલ તે બાબતની ફરીયાદ જાહેર કરેલ, અને આ ફરીયાદ બાદ પોલીસ ધ્વારા આરોપી ધર્મેશ મુળજીભાઈ રાણપરીયારની ધરપકડ કરી લીધેલ, જેથી આરોપીએ નામ.ગુજરાત હાઈકોટમાં ફરીયાદ રદ કરાવવા માટે પીટીશન ફાઈલ કરેલ તે નામ.ગુજરાત હાઈકોર્ટ રદ કરી નાખતા, આરોપી ધ્વારા નામ.સર્વોચ્ચ અદાલતમાં પીટીશન ફાઈલ કરેલ, ત્યારબાદ આ કામના આરોપી ધ્વારા જામનગરની અદાલતમાં જામીન મુક્ત થવા માટે અરજી દાખલ કરેલ અને તેમના તરફે નામ.અદાલતમાં એવી રજુઆતો કરવામાં આવેલ કે, આ જે જગ્યા કોમન પ્લોટ છે, તેમાં આરોપીએ કોઈ જ દબાણ કરેલ નથી અને આરોપી વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે કેશ થયેલ હોય, તેનો ખાર રાખી અને આ ખોટી ફરીયાદ કરેલ છે તેથી આરોપીને જામીન મુક્ત કરવા જોઈએ,

તેની સામે ફરીયાદ પક્ષે એવી દલીલો કરવામાં આવેલ કે, આ કામના આરોપી ધ્વારા નામ.ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પીટીશન દાખલ કરેલછે અને આ પીટીશન રદ થયેલ હોય, જે હકિકતો ધ્યાને લેતા આ કામના આરોપી સામે પ્રથમદર્શનીય કેશ હોવાનું ફલીત થાય છે, અને આ જે જગ્યા બાબતે ફરીયાદ કરવામાં આવેલ છે, તેની પહેલા આ ફરીયાદી ધ્વારા કલેક્ટર સાહેબ શ્રી સમક્ષ ઓનલાઈન અરજી કરવામાં આવેલ છે અને ક્લેકટર સાહેબ શ્રી ધ્વારા કમીટી બેસાડી તપાસ કરવામાં આવેલ છે અને તે તપાસ બાદ આ જગ્યામાં ગેરકાયદેસર કબજો હોવાની હકિકતો સામે આવતા જ કલેકટર સાહેબ શ્રીએ જ ફરીયાદ બાબતનો હકમ કરેલ છે, તેથી રેવન્યુ ડીપાર્ટમેન્ટના હુકમો ધ્વાને લેવામાં આવે તો પણ આ કામના આરોપી સામે પ્રથમદર્શનીય કેશ હોવાનું ફલીત થાય છે, તો આ પ્રકારના આરોપીઓને જો જામીન મુકત કરવામાં આવશે તો ફરીયાદ પક્ષને ખુબજ નુકશાન થશે અને સાક્ષી પુરાવા ફોડવાનો પ્રયત્ન થશે, તે તમામ દલીલો કરવામાં આવેલ, આમ નામ.અદાલતે તમામ દલીલો અને રેકર્ડ ધ્યાને લઈ અને ફરીયાદ પક્ષની દલીલો ગ્રાહય રાખી અને આરોપી ધર્મશ મુળજીભાઈ રાણપરીયાની જામીન અરજી રદ કરવાનો હુકમ કરેલ છે, આ કેશમાં ફરીયાદ પક્ષે વકીલ શ્રી રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસીંહ આર.ગોહીલ, રજનીકાંત આર.નાખવા, ત્થા નિતેષ જી. મુછડીયા રોકાયેલા હતા.

jamnagaruday
Author: jamnagaruday

Share this post:

खबरें और भी हैं...

Live Cricket

  • HUF Registration Services In India

Horoscope

Scroll to Top