જામનગર: ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા 159 જેટલા પીએસઆઇ ને પીઆઇ તરીકેની બઢતી આપવામાં આવી છે. જેમાં જામનગર જિલ્લાના પોલીસ બેડામાં ફરજ બજાવતા 4 પીએસઆઇ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના 2 પીએસઆઇ નો સમાવેશ થાય છે.
જામનગર જિલ્લાના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઇ રમાબેન ગોસાઇ, ઉપરાંત પીએસ આઇ પ્રકાશ પનારા, સીઆઇડી આઇબી માં ફરજ બજાવતા પીએસઆઇ આશા મંજુદાન ચારણ અને પીએસઆઇ રોહન બાર તથા જામનગર જીલ્લા ફરજ બજાવી ચૂકયા એવા પીએસઆઇ નિશાંત હરિયાણી ને પણ પીઆઇ તરીકેનું પ્રમોશન અપાયું છે.
જેથી જામનગર જીલ્લાના પોલીસ બેડામાં ખુશીની લહેર પ્રસરી છે. આ ઉપરાંત દેવભૂમિ-દ્વારકા જિલ્લાના પોલીસ વિભાગમાં ફરજ બજાતા પીએસઆઇ તેજસ ચુડાસમા અને પીએસઆઇ મનીષ મકવાણા ને પણ પીઆઇ તરીકેનું પ્રમોશન અપાયું છે.

Author: MANISH MAKWANA
Post Views: 141