• ૧ કીલોમીટર નો વોકીંગ પાથ, બાળ મનોરંજન ના સાધનો ગોઠવાઇ ગયા……

જામનગર મહાનગરપાલિકા દ્વારા આપેલી ૧ હેક્ટર જગ્યામાં એક-દોઢ વર્ષમાં જ વન વિભાગે ૧૦,૦૦૦ વૃક્ષો વાવીને સર્જી આપેલું ‘વન કવચ’ હવે માણેકનગર રોડ, લાલવાણી વિસ્તાર, એડ્રસપીર ની દરગાહ નજીક આવેલ સોસાયટી તેમજ નૂરી ચોકડી નજીક આવેલ સોસાયટીઓના રહીશો માટે વોકીંગ પાર્ક તરીકે ખુલ્લું મુકવા માટે તૈયાર થઇ ચુક્યું છે. આ સ્થળે બાળકોના મનોરંજનના સાધનો પણ ગોઠવાયા છે.
વર્ષ ૨૦૨૩-૨૪માં જામનગર-દ્વારકા જીલ્લા વન તંત્રના સામાજિક વનીકરણ વિભાગનેને મહાનગરપાલિકા દ્વારા વિક્ટોરિયા પુલ નજીક થી અન્નપુર્ણા ચોકડી વચ્ચે ના માર્ગ પર એડ્રસપીર ની દરગાહ નજીક આવેલ રહેણાંક સોસાયટીઓના નજીક ના વિસ્તારમાં ૧ હેક્ટર નો ટી.પી.સ્કીમ નં.૦૧ ના અંતિમ ખંડ નો વિશાળ પ્લોટ વન કવચ તરીકે ડેવલપ કરવામાં આપ્યો હતો. વન વિભાગ ના કર્મચારીઓઓ અને ખાસ કરીને ફોરેસ્ટર વિભાગ ની જહેમત થી દોઢ વર્ષ જેવા સમયગાળામાં આ પ્લોટમાં ૩૮ પ્રકાર ના ૧૦,૦૦૦ જેટલા વૃક્ષો ઉછરી શક્યા છે.
‘વન કવચ’ માં વન તંત્ર દ્વારા બાળકો માટે લપસીયા, મેરીગો રાઉન્ડ રાઇડ, હિંચકા તથા ઉંચક-નીચક રાઇડ જેવા સાધનો ગોઠવ્યા છે. તેમજ વન કવચ ફરતે ૧ કીલોમીટર જેટલો વોકીંગ પાથ પણ રચવામાં આવ્યો છે. જેમાં વિસ્તારના લોકો, નાગરિકો ફીટનેસ માટે આવી શકશે. લોકોના વિસામા માટે અહીં વન વિભાગ ની ઓળખ સમાન એક હટ પણ બનાવવામાં આવી છે. આમ સરકારી તંત્રો ના સંકલન થી જામનગર શહેરના એક વિસ્તારમાં ૧૦,૦૦૦ વૃક્ષો માત્ર વવાયા જ નથી પરંતુ આ વૃક્ષો ઉગી શક્યા છે. જે ઓક્સિજન પાર્કની સુવિધા બન્યા છે. વન વિભાગે સ્થાનિક પક્ષીઓને ધ્યાનમાં રાખીને દાડમ, જામફળ, સેતુર, કરમદા, સીંદુરી ઉપરાંત લીંબુ, પારિજાત, નગોળ, અરડુસી, લીમડા સહિતના ૩૮ પ્રકારના વૃક્ષો વાવ્યા છે. આ વન કવચ, જામનગર જેમ પ્રગાઢ થશે તેમ તેમાં શહેરમાંથી લુપ્ત થયેલી ચકલી જેવા પક્ષી વસવાટ પણ થવાની ધારણા છે.
તસવીર સૈયદ જેનુંલ.

Author: jamnagaruday
Post Views: 109