જામનગરમાં દબાણ હટાવ ઝુંબેશ:બર્ધન ચોક વિસ્તારમાંથી 85થી વધુ લારી-પાથરણા હટાવાયા, 4900નો દંડ વસૂલાયો

જામનગરમાં બર્ધન ચોકથી માંડવી ટાવર સુધીના વિસ્તારમાં અને દિપક ટોકીઝથી શાક માર્કેટ સુધીના વિસ્તારમાં રેકડી અને પથારા વાળાઓ ધંધો કરવા માટે ફરી પ્રયત્ન કરતાં એસ્ટેટ વિભાગ અને પોલીસ તંત્ર સતર્ક બન્યું છે અને ગઈકાલ સાંજે અને આજે બપોરે સુધીમાં 10 થી વધુ રેકડી અને 40 થી વધુ પથારા તેમજ 35 થી વધુ શાકભાજીની લારીના વજન કાંટા કબજે કરી લઇ મહાનગરપાલિકાની કચેરીમાં તેઓનો સામાન જપ્ત કરીને રખાયો છે. કેટલાક રેકડી-પથારાવાળાઓ અને એસ્ટેટ શાખા વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે.

જામનગર શહેરના દરબારગઢથી બર્ધન ચોક થઇને છેક માંડવી ટાવર સુધી અને દિપક ટોકીઝથી શાક માર્કેટ થઈ દરબારગઢ સુધીના સંપૂર્ણ એરિયામાં રેકડી-પથારાના દબાણોને દૂર કરવા માટે મહાનગરપાલિકાનું તંત્ર અને સિટી-એ ડિવિઝન પોલીસ તંત્ર સતર્ક બન્યું છે.


ગઇકાલે બર્ધન ચોક વિસ્તારમાં સિટી એ. ડિવિઝન પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ યોજવામા આવી હતી, જેમાં કુલ 4,900 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા કેટલાક પથારાઓ કબજે કરી લઈ મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવાયા હતા.

jamnagaruday
Author: jamnagaruday

Share this post:

खबरें और भी हैं...

Live Cricket

  • HUF Registration Services In India

Horoscope

Scroll to Top