છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ સાથેના ફલોટ્સ સાથે યાત્રાનું નગર ભ્રમણ: ગણેશ મરાઠા મંદિર ચાંદી બજાર દ્વારા સવારે મહાકાળી મંદિર-પસાયા થી જામનગર સુધી મશાલયાત્રા પણ યોજાઇ…
જામનગર: જામનગર શહેરમાં ગત વર્ષ ની જેમ આ વખતે પણ શ્રી ગણેશ મરાઠા મંડળ-ચાંદી બજાર દ્વારા છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મજયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તા.19મી ફેબ્રુઆરી,2025 ને બુધવારનાં રોજ સવારે 7 વાગ્યે મહાકાળી મંદિર, પસાયા થી જામનગર સુધી મશાલ યાત્રા નું આયોજન કરાયું હતું. તેમજ સાંજે પ વાગ્યે ચાંદી બજાર વિસ્તારમાંથી શોભાયાત્રા નીકળી હતી.
જેમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સાથેનો ફ્લોટ્સ તૈયાર કરાશે, તેમજ શિવાજી મહારાજ ની વેશભૂષા ધારણ કરીને શુશોભીત ઘોડા પર નગર ભ્રમણ કરવામાં આવેલ હતું. જામનગર શહેરના ચાંદી બજાર વિસ્તારમાં છેલ્લા 39 વર્ષ થી ગણેશ મહોત્સવનું આયોજન કરતા શ્રી ગણેશ મરાઠા મંડળ દ્વારા આ વખતે સતત ત્રીજી વખત છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિની વિશેષ રૂપે ઉજવણી કરાઇ હતી. તા.19મી ફેબ્રુઆરી બુધવારના દિવસે 398મી છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મજયંતી નિમિત્તે સાંજે પાંચ વાગ્યે ચાંદી બજાર વિસ્તારમાંથી શિવાજી મહારાજની શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા ચાંદી બજાર થી પ્રારંભ થઈ સેન્ટ્રલ બેન્ક રોડ, હવાઈ ચોક, ભાટની આંબલી, પંચેશ્વર ટાવર, બેડી ગેઇટ, રણજીત રોડ થઈ ફરી ચાંદી બજારમાં પરિપૂર્ણ થઈ ગઈ હતી. અને આ શોભાયાત્રા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
