પુરપાટ ઝડપે આવી રહેલા કાર ચાલકે બટેકાની રેકડીને ઊંધી વાળી દુકાનમાં ઘુસી જતાં ભારે નુકસાની થઇ……

રેકડી ચાલકને સામાન્ય ઇજા: જ્યારે દુકાનમાં ભારે નુકસાન: લોકોના ટોળા એકઠા થતાં કારચાલક ભાગી છૂટ્યો…………
જામનગર શહેરના શાકમાર્કેટ જેવા ભરચકક વિસ્તારમાં ગત સાંજે જી.જે.૧૦ ડીજે ૭૦૦૫ નંબર નો કાર ચાલક બેકાબૂ બન્યો હતો અને પૂરપાટ ઝડપે આવીને સૌપ્રથમ એક બટેટાની લારીને ઊંધી પાડી દીધી હતી. જેમાં લારીનો ભૂકકો બોલી ગયો હતો. જ્યારે તેના ચાલકને સામાન્ય ઇજા થઈ હતી. આ ઉપરાંત બટેટાનો જથ્થો માર્ગ પર ઢોળાઈ ગયો હતો. આથી આસપાસના વિસ્તારના ઢોરને મીજબાની થઈ ગઈ હતી અને બટેટા આરોગિ લીધા હતા.

આ ઘટનાને લઈને ભારે નાશ ભાગ થઈ હતી અને લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. જે અકસ્માત સર્જીને કારચાલક પોતાની કાર છોડીને ભાગી છૂટ્યો હતો.
દરમ્યાન પોલીસ ટુકડી ને જાણ થવાથી સિટી-એ ડિવિઝન નો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધા બાદ લોકોના ટોળા વિખેરાયા હતા. સમગ્ર અકસ્માત માવલે પોલીસ દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.
તસવીર: સૈયદ જેનુંલ

Author: jamnagaruday
Post Views: 30