ગુજરાતના જામનગર મહાનગર પાલિકા ના નગરસેવિકા રચનાબેન નંદાણીયા નો અનોખ વિરોધ જોવા મળ્યો.સ્થાનિકોને પડતી હાલાકીને લઈને કોંગી નગરસેવિકા મેદાનમાં આવ્યા. જામનગરની નગર પાલિકામાં નગરસેવિકા અને સ્થાનિકો પ્રાથમિક સમસ્યાને લઈને ઉગ્ર વિરોધ કરતાં જોવા મળ્યા. વોર્ડ નં.૦૬ માં ગટરની સમસ્યા અને ખુલ્લી કેનાલને લઈને લાંબા સમયથી સ્થાનિકો સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

જામનગર મહાનગર પાલિકા ની સામન્ય સભા ની બહેરા કાને અવાજ સંભાળય અને સ્થાનિકોને મુશ્કેલીઓને જોઈ શકે માટે નગરસેવિકા રચનાબેન નંદાણીયા અને સ્થાનિક મહિલાઓએ મોંઢે કીચડ લગાવી અનોખો વિરોધ નોંધાવ્યો. જામનગર શહેરમાં વોર્ડ નં.૦૬ ના સ્થાનિકો લાંબા સમયથી ખુલ્લી કેનાલને બોક્ષ કેનાલ બનાવવા અને ગટરની નિયમિત સફાઈ કરાવવાને લઈને રજૂઆત કરતા રહ્યા છે. અનોખ વિરોધ કરતી સ્થાનિક મહિલાઓએ તેમની મુશ્કેલીઓ વિશે જણાવતાં કહ્યું કે અમારા વિસ્તારના રહીશો ગટરના પાણીથી ત્રસ્ત છે. રસ્તા પર અનેક વખત ગટરો ઉભરાઈ જતાં અમારે પ્રદૂષિત પાણીમાંથી પસાર થવું પડે છે. અને ખુલ્લી કેનાલના લીધે હંમેશા ત્યાં કચરો જોવા મળે છે. કચરાના ઢગલાના કારણે બાળકો અને વૃદ્ધો વારંવાર બીમાર પડે છે. કેનાલ સાફ ‘ન’ થવાના કારણે હાલ કેનાલ જ મોટી ગટર બની ગઈ છે તેથી તેને સાફ કરવા અનેક વખત અધિકારીને રજૂઆત કરાઈ છે.
તસવીર: સૈયદ જેનુંલ

Author: jamnagaruday
Post Views: 43