ગુજરાત ભાજપે જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત શરૂ કરી, જાણો ક્યાં કોની થઇ નિમણૂક

ગુજરાતના મોટાભાગના જિલ્લા અને શહેરને આજે (6 માર્ચ) નવા ભાજપ પ્રમુખ મળવાના છે. ત્યારે અમરેલી અને જૂનાગઢ જિલ્લાના પ્રમુખના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ચંદુભાઈ મકવાણાની વરણી કરવામાં આવી છે, જ્યારે અમરેલીમાં અતુલ કાનાણી, બનાસકાંઠામાં કીર્તિસિંહ વાઘેલા, સુરતમાં ભરતભાઈ રાઠોડ, ગાંધીનગરમાં અનિલ પટેલની નિમણૂક કરવામાં આવી છે.

ભાજપ જિલ્લા પ્રમુખોની યાદી

જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ: ચંદુભાઈ મકવાણા

અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ: અતુલ કાનાણી

બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ: કીર્તિસિંહ વાઘેલા

સુરત જિલ્લા ભાજપ પ્રમુખ: ભરતભાઈ રાઠોડ

ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ: અનિલ પટેલ

મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ: ગિરીશ રાજગોર

નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ : ભુરાભાઇ શાહ

નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ : નીલ રાવ

બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ: મયુર પટેલ

ભાવનગર શહેર ભાજપ પ્રમુખ : કૃણાલ શાહ

જુનાગઢ શહેર ભાજપ પ્રમુખ: ગૌરવ રૂપારેલિયા

વડોદરા શહેર ભાજપ પ્રમુખ  : જયપ્રકાશ સોની

ભાજપે 8 શહેર અને 33 જિલ્લાના પ્રમુખોના નામ જાહેર કરવાની શરૂઆત કરી દીધી છે. આ સાથે ગુજરાત પ્રદેશના નવા પ્રમુખની પણ જાહેરાત થવાની સંભાવના છે, ત્યારે લાંબા સમયથી ચાલતા સસ્પેન્સનો આખરે અંત આવશે. જ્યારે 8-10 જગ્યાએ નામ જાહેર થવાના બાકી રહે તેવી પણ શક્યતા છે.

રાજ્યમાં ભાજપે 33 જિલ્લા અને આઠ મહા નગરપાલિકામાંથી જિલ્લા અને શહેર પ્રમુખની યાદી તૈયાર કરી હોવાનું સામે આવ્યું છે, રાજ્યમાં ભાજપના વર્તમાન પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે, ત્યારે નવા પ્રદેશ પ્રમુખની પણ જાહેરાત થઈ શકે છે.

jamnagaruday
Author: jamnagaruday

Share this post:

खबरें और भी हैं...

Live Cricket

HUF Registration Services In India

Horoscope

Scroll to Top